step-1
એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકાંને મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો અથવા વરાળમાં નરમ થાય ત્યાં સુધી પકાવો. તેને બાફયા પછી એક મોટી ચાળણીમાં કાઢો જેથી તેમાથી વધારાનું પાણી નીકળી જાય. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.
step-2
જ્યારે બટાકાં બફાઈ રહ્યા હોય ત્યારે સમોસાની બહારની સપાટી માટે લોટ બાંધી લો. એક કાથરોટમાં મેંદો, અજમો, ૩ ટેબલસ્પૂન ઘી (અથવા તેલ) અને મીઠું લો.
step-3
તેને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તમે મિશ્રણમાં થોડું થોડું પાણી નાખોં અને (પરોઠાના લોટ કરતાં થોડો સખત) થોડો કઠણ લોટ બાંધો. લોટને ભીના મલમલના કપડાથી અથવા થાળીથી ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખો.
step-4
હવે સમોસામાં ભરવા માટે મસાલો બનાવવાનું શરૂ કરીએ. એક કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું અને લીલા મરચાં-આદુંની પેસ્ટ નાખોં અને એક મિનિટ માટે સાંતળો.
step-5
તેમાં બાફેલા લીલા વટાણાના દાણા નાખોં અને ૧ મિનિટ માટે સાંતળો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર અને વરિયાળીનો પાઉડર નાખોં.
step-6
તેને એક મિનિટ માટે સાંતળો.
step-7
તેમાં કાપેલા/મેશ કરેલા બટાકાં અને મીઠું નાખોં (જો તમે બટાકાં બાફતી વખતે મીઠું નથી નાખ્યું તો જ મીઠું નાખોં).
step-8
તેને બરાબર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ માટે પકાવો. તેમાં લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીને બરાબર મિક્ષ કરો.
step-9
ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર (થોડી મિનિટ) માટે ઠંડુ થવા દો.
step-10
૧૫-૨૦ મિનિટ પછી, ભીનું કપડું હટાવો અને લોટને નરમ થાય ત્યાં સુધી મસળો. તેને ૬ ભાગોમાં વહેંચો અને ગોળા બનાવો.
step-11
એક લોટનો ગોળો લો અને તેને ચપટો બનાવવા માટે તમારી હથેળીઓની વચ્ચે હલ્કું દબાવો. તેને પાટલીની ઉપર મૂકો અને વેલણથી લગભગ ૫-૬ ઇંચ વ્યાસવાળી ગોળ આકારની પુરીમાં વણો. તેને વચ્ચેથી ચાકૂથી કાપો.
step-12
જ્યાંથી કાપ્યું છે તે બાજુની કિનારીની સપાટી ભીની કરવા માટે એક બ્રશથી અથવા તો આંગળી ભીની કરીને પાણી લગાવો (સીધી કિનારી પર – ફોટામાં બતાવ્યુ છે).
step-13
એક કાપેલો ભાગ લો અને તેને શંકુ (કોન) જેવો આકાર આપવા માટે બંને બાજુ (કિનારીઓ) થી વાળો (એક સાઈડ ની ઉપર આવે એ રીતે) અને તેને સીલ (બંધ) કરવા માટે બંને કિનારીઓને દબાવો જેથી તેનો આકાર શંકુ જેવો થઈ જાય.
step-14
તેનો શંકુ જેવો આકાર બનાવી રાખવા માટે તેમાં એક વટાણાનો દાણો નાખોં.
step-15
તેમાં ૨-૩ ટેબલસ્પૂન મસાલો નાખોં. વધારે મસાલો ન નાખોં નહીતર પછીના સ્ટેપમાં ઉપરની કિનારીને બરાબર બંધ નહીં કરી શકો.
step-16
ભીની આંગળી અથવા એક બ્રશથી ઉપરની કિનારીઓને ભીની કરો અને તેને સીલ (બંધ) કરવા માટે તમારા અંગૂઠા અને આંગળીથી જોરથી દબાવો. આ જ રીતે બધા સમોસા બનાવો.
step-17
એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમાં ૨-૩ સમોસા (ઓછા અથવા વધારે, કડાઈના આકાર અનુસાર) નાખોં અને આંચને ઓછી કરો.
step-18
જો તમે મેહમાન માટે તેને પહેલાથી બનાવી રાખવા માંગતા હોય તો જ્યારે તે હલ્કા બદામી રંગના થવા લાગે ત્યારે તેને કાઢી લો અને પીરસવાના સમયે ફરીથી તેને ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી તળો. જો તમે તેને ડબલ ફ્રાઈ (બે વાર તળવું) કરવા નથી ઇચ્છતા તો તેને આ સ્ટેપમાં તેલમાંથી ન કાઢો.
step-19
તેને મધ્યમ-ઓછી આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. એક થાળીમાં તળેલા સમોસાને કાઢો અને લીલી ચટણી અને ટોમેટો કેચપની સાથે પીરસો.
ટિપ્સ :
સરસ ત્રિકોણ બનાવવા માટે સમોસા મેકરનો ઉપયોગ કરો.
વધુ ગરમી પર ફ્રાય ન કરો. મધ્યમ-ઓછી આંચ પર તળો.
જો તમે તમારા મહેમાનો માટે સમય પહેલા (3-4 કલાક પહેલા) સમોસા બનાવવા માંગો છો, તો પછી તેને તેલમાં બે વાર તળો, 1- સ્ટેપ 18માં લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો, પછી તેલમાંથી કાઢી લો, 2- ગોલ્ડન કરો. બ્રાઉન બાજુઓ ફરીથી જમતી વખતે બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
પંજાબી સમોસા બનાવતી વખતે મસાલામાં સમારેલી ડુંગળી અને પનીર ઉમેરો.
રાગડો (અથવા છોલે), દહીં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, સમારેલી ડુંગળી અને સેવની સાથે સમોસા ચાટ બનાવો.
સ્વાદ: ક્રિસ્પી, મસાલેદાર
કેવી રીતે ખાવુંઃ સમોસાને ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી અથવા ખજૂર આમલીની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકાય છે. તેને સમારેલી ડુંગળી, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, સેવ અને દહીંથી ગાર્નિશ કરીને સમોસા ચાટ તરીકે સર્વ કરો.