ફરાળી વાનગીઓ | Fareli items




Spicy non fried item you can enjoy in fast
ફરાળી મુઠીયા બનાવવા માટેની સામગ્રી:
૧ કપ બાફીને છીણેલો બટાકો
૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો
૧/૨ કપ રાજેગરા નો લોટ
૧/૨ કપ દહીં
૧/૨ કપ પલાળેલા સાબુદાણા
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા)
૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું)
૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
૧ ટેબ.સ્પૂન ખાંડ
વઘાર માટે:
૧ ટેબ.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
૧/૨ ટી.સ્પૂન તલ
ગાર્નીશિંગ માટે :
ઝીણી સમારેલી કોથમીર
ફરાળી મુઠીયા બનાવવા માટેની રીત:
  1. સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજેગરા નો લોટ
    દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં  મૂકી ૧૦ -૧૨ મિનીટ  માટે વરાળે બાફી લો.
  3. તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો.
  4. વઘરિયા માં તેલ મૂકી જીરું નો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો.
  5. કોથમીર વડે ગાર્નીશ કરી ગરમ – ગરમ સર્વ કરો.

ફરાળી સમોસા – Farali Samosa


ફરાળી સમોસા બનાવવા માટેની સામગ્રી:
ફરાળી સમોસા ના પડ માટે:
૧ કપ મોરૈયા નો લોટ
૧ ટી.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે સિંધવ
તળવા માટે તેલ
ફરાળી સમોસા ના સ્ટફિંગ માટે:

૨ થી ૩ બટાકા
૨ ટી.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
સ્વાદ પ્રમાણે સિંધવ
૩ થી ૪ નંગ લીલા મરચા
૧/૨ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
૧/૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૧ ટેબ.સ્પૂન ખાંડ
pre preparation:

ફરાળી સમોસા બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને ધોઈ,છોલી ને છીણી લો.
લીલા મરચા ને ઝીણા સમારી લો.
મોરૈયા ના લોટ માં સિંધવ અને તેલ નું મોવણ નાખી રોટલી જેવો લોટ બાંધો.

કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની સામગ્રી:

૧ કપ સમારેલી કોથમીર
૧/૨ કપ સમારેલી ફુદીનો
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ તી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો

કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની રીત:

ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સર માં ક્રશ કરી લેવી.
ફરાળી સમોસા બનાવવા માટેની રીત:
સ્ટફિંગ માટે:
એક કઢાઈ માં તેલ મૂકી જીરું નો વઘાર કરી તેમાં લીલા મરચા નાખી બટાકા ની છીણ
વઘારી લો.હવે તેમાં સિંધવ નાખી હલાવી ઢાંકી ને ચઢવા દો.ચઢી જાય એટલે તેમાં લાલ
મરચું પાવડર,લીંબુ નો રસ અને ખાંડ નાખી ખાંડ નું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લો.
મોરૈયા ના લોટ ના લુવા કરી તેમાંથી રોટલી વણી લો.-અટામણ મોરૈયા ના લોટ નું લેવું અને
રોટલી બહુ પાતળી ન વણવી.રોટલી ના ૨ પીસ કરી બન્ને માં સ્ટફિંગ ભરી સમોસા ભરી લેવા.
કિનારી પર પાણી લગાવી લેવું.સાચવી ને ભરવું.આવી જ રીતે બીજા બધા સમોસા ભરી
લેવા.
ગરમ તેલ માં તળી લેવા.
ગરમ ગરમ ફરાળી સમોસા કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરવા.

ફરાળી આલું પરાઠા – Farali Aalu Paratha

ફરાળી આલું પરાઠા બનાવવા માટેની સામગ્રી:
૧ મોટો બાફેલો બટાકો
૨ ટેબ.સ્પૂન મોળું દહીં
૧ ટેબ.સ્પૂન તેલ
૪ થી ૫ નંગ લીલા મરચા
૧ ટેબ.સ્પૂન કોથમીર
૧ ટેબ.સ્પૂન તલ
૧ ટેબ.સ્પૂન મોળી શેકેલી શીંગ નો ભૂકો
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી.સ્પૂન લાલ મરચું
૧ ટી.સ્પૂન ખાંડ
રાજેગરા નો લોટ જરૂર મુજબ
શેલો ફ્રાય કરવા માટે તેલ
સર્વ કરવા માટે:
દહીં
કોથમીર ની ચટણી
pre preparation:
ફરાળી આલું પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને બાફી ને છીણી લો.
લીલા મરચા ને ઝીણા સમારી લો.
શેકેલી શીંગ નો ભૂકો કરી લો.કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧ કપ સમારેલી કોથમીર
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો

કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની રીત:

ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સર માં ક્રશ કરી લેવી.
ફરાળી આલું પરાઠા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ બાફી ને છીણેલો બટાકો લઈ તેમાં તેલ,દહીં,સ્વાદ પ્રમાણે સિંધવ,તલ,
શેકેલી શીંગ નો ભૂકો,ઝીણી સમારેલી કોથમીર,લીલું મરચું અને લાલ મરચું નાખી
બરોબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે રાજેગરા નો લોટ નાખી તેમાંથી
પરોઠા જેવો લોટ બંધો.
હવે લોટ માંથી લુવા કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો.તૈયાર પરોઠા
ને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો.
ગરમ ગરમ ફરાળી આલું પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.
મસાલા દહીં બનાવવા માટે દહીં માં સિંધવ,લાલ મરચું અને ઈચ્છા હોય તો ખાંડ
નાખવી.

સાબુદાણા ની ખીચડી – sabudana ni khichdi

a traditional farali vangi for fast

સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની સામગ્રી:

૨૫૦ ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા)
૨૦૦ ગ્રામ બટાકા
૧ ટેબ.સ્પૂન દળેલી  ખાંડ
  ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટેબ.સ્પૂન લાલ મરચું
૧ નંગ લીંબુ નો રસ

ગાર્નીશિંગ માટે:

દાડમ ના દાણા
ફરાળી ચેવડો
ઝીણી સમારેલી કોથમીર
મસાલા શીંગ નો ભૂકો

સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ ધોઈ ને પલાળેલા સાબુદાણા માં તેલ નાખી હલાવી ૧૦ થી ૧૨ મિનીટ માટે
ઢાંકીને  કાંઠલા પર મૂકી વરાળે બાફી લો.
(વરાળે બાફવા માટે કુકર લેવું હોય તો સીટી ન મુકવી,નહી તો  જો ઢોકળાં ના કુકર માં
મૂકી શકાય.)
હવે બાફેલા બટાકા ના ટુકડા કરી તેમાં થોડા ઠંડા થયેલા સાબુદાણા ઉમેરી તેમાં સિંધવ,
મરચું,લીંબુ નો રસ અને દળેલી ખાંડ  ઉમેરી બરોબર હલાવી લો.
તૈયાર થયેલી ખીચડી ને બાઉલ માં કાઢી દબાવી અન મોલ્ડ કરો ,ત્યાર બાદ તેને
ઝીણી સમારેલી કોથમીર,દાડમ ના દાણા અને ફરાળી ચેવડા થી ગાર્નીશ કરી સર્વ
કરો.ગાર્નીશિંગ છેલ્લે કરવું.

* આ રીતે બનાવવા થી તેલ ઓછું વપરાશે.
સાબુદાણા-કંદમૂળ હાંડવો
સામગ્રી 
·         ૨ નંગ બટાકા૧ શક્કરિયુંમોટો કટકો સૂરણ
·         ૨ ટે. સ્પૂન શીંગોડાનો લોટ, ૨ ટે. સ્પૂન રાજગરાનો લોટ૪ ટે. સ્પૂન દહીં
·         ૧ નાની વાડકી પલાળીને સૂકવેલા સાબુદાણા
·         મીઠું૧ ટી. સ્પૂન વાટેલાં આદું-મરચાં૧ ટે. સ્પૂન શેકેલી શીંગનો ભૂકો૦।। ટી. સ્પૂન લાલ મરચું૧ ટી. સ્પૂન ખાંડચપટી લીંબુનાં ફૂલ
·         ૧।। ટે. સ્પૂન તેલટુકડો તજ૩ લવિંગ૦।। ટી. સ્પૂન જીરું૧ ટી. સ્પૂન તલ, મીઠો લીમડો, વઘારનું મરચું.
રીત 
·         બટાકાશક્કરિયાંસૂરણને છોલવા. શક્કરિયાંના બે કટકા કરવા. સૂરણના મોટા કટકા કરવા. ઉકળતા પાણીમાં આ કંદમૂળ નાંખી બેથી ત્રણ ઉભરા લાવવા.
·         નિતારીને છીણવા ને ઉપર રાજગરા તથા શીંગોડાનો લોટ ભભરાવવો. સાબુદાણા તથા શીંગનો ભૂકો પાથરી મીઠું તથા અન્ય મસાલા નાંખવા.
·         દહીં નાંખી હલાવવું. ૧ ટે. સ્પૂન તેલ ગરમ મૂકી વઘારની બધી જ ચીજો નાંખી મિશ્રણમાં વઘાર રેડવો.
·         એલ્યુમિનિયમના વાસણમાં તેલ લગાવી હાંડવાની સામગ્રી પાથરવી ઉપર તલ ભભરાવવા
·         ગરમ ઓવનમાં ઉપર-નીચેથી ગુલાબી શેકી, ત્યારબાદ નાનાચોરસ કટકા કરવા. સાથે
·         આમલી-આંબોળિયાંની ચટણી સર્વ કરવી.

સાબુદાણા-સૂરણનાં વડાં
સામગ્રી 
·         ૧ નાની વાડકી પલાળીને કોરા કરેલા સાબુદાણા
·         ૨ નંગ બાફેલા બટાકા, મોટો કટકો સૂરણ૨ ટે. સ્પૂન શેકેલી શીંગનો ભૂકો
·         મીઠું૧।। ટી. સ્પૂન વાટેલાં આદું મરચાંચપટી લીંબુનાં ફૂલ૧ ટી. સ્પૂન ખાંડ૧ ટે. સ્પૂન સમારેલી કોથમીર, ૦। ટી. સ્પૂન આખું જીરૂ
·         તળવા માટે તેલ૨ ટે. સ્પૂન શીંગોડાનો લોટ
રીત 
·         બટાકાને છોલીને માવો કરવો. તેમાં સાબુદાણા, શીંગનો ભૂકો, મીઠું, આદું-મરચાં, લીંબુનાં ફૂલ, ખાંડ તથા કોથમીર નાંખવાં.
·         બરાબર હલાવી મધ્યમ સાઇઝના ગોળા વાળવા.
·         સૂરણને છોલીને મોટા કટકા કરવા. ઉકળતા પાણીમાં અધકચરું બાફવું. કટકામાંથી મોટું છીણ પાડી થાળીમાં પાથરવું.
·         શીંગોડાના લોટમાં પાણી નાંખી પાતળું ખીરું બનાવવું. બટાકા-સાબુદાણાના ગોળા તેમાં બોળી સૂરણના છીણ ઉપર ફેરવવા. ચારે તરફ છીણ ચોંટાડવું. ચપટો શેઇપ આપવો.
·         ગરમ તેલમાં તળી પેપર નેપ્કિન ઉપર મૂકવા. વાનગી તરત સર્વ કરવી.
નોંધ 
·         સૂરણના છીણના આવરણને લીધે વડાં આકર્ષક લાગશે, સ્વાદમાં પણ સરસ.

સાબુદાણા-ખજૂરની ખીર
સામગ્રી 
·         ૧ લિટર દૂધ
·         ૭૫ ગ્રામ સાબુદાણા
·         ૧૦ નંગ ખજૂર,
·         ૧ ટે. સ્પૂન બાફેલી બદામનો અધકચરો ભૂકો
·         ૦।।થી ૦।।। વાડકી ખાંડ
·         ૦।। ટી. સ્પૂન ઇલાયચીનો ભૂકો
·         ચપટી જાયફળનો ભૂકો
·         ૦।। ટી. સ્પૂન ઘી.
રીત
·         સાબુદાણાને ધોઈથોડું પાણી નાંખી પલાળવા. ફૂલે અને છૂટા થાય એટલે દૂધ ગરમ મૂકવું.
·         દૂધને થોડી વાર ઉકાળી સાબુદાણા નાંખવા. મધ્યમ તાપે હલાવ્યા કરવું.
·         ખાંડ ઉમેરવી. ઉકાળવાનું ચાલુ રાખવું.
·         ખાંડનું પાણી બળે અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું.
·         ખજૂરને ધોઈકોરું કરીને નાના કટકા કરવા. ઘી ગરમ મૂકી તેમાં સાંતળવા
·         ખજૂરઇલાયચીજાયફળ તથા બદામનો ભૂકો ખીરમાં ઉમેરવો.

·         બાઉલમાં કાઢીફ્રીજમાં થોડી ઠંડી કરી સર્વ કરવી.