દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ

દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ



આ દુનિયામાં કોઈ કે કશું જ સંપૂર્ણ નથી. આપણા સૌમાં કંઈક ને કંઈક ખૂબીઓ રહેલી છે, તો સાથે સાથે કંઈક ખામીઓ પણ રહેલી છે. જ્યોતિષ એ સ્વને ઓળખવાનું સાધન છે. આપણી જન્મકુંડળી આપણને આપણી ખૂબીઓ સાથે પરિચય કરાવે છે અને તે સાથે જ એક સાચા મિત્રની માફક જરા પણ અચકાયા વગર આપણી ખામીઓ તરફ પણ આંગળી ચીંધી દે છે! ખૂબીઓની જાણકારી મેળવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનને એક ચોક્કસ દિશા કે ધ્યેય તરફ વાળી શકાય છે. જ્યારે ખામીઓ પ્રત્યે સભાન બનીને તેને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે.

આવો જોઈએ કે બાર રાશિઓની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ કઈ કઈ છે. તમે નોંધ લેજો કે મોટે ભાગે જે રાશિની જે કઈ ખૂબીઓ છે તે જ અતિ થઈ જાય ત્યારે એ જ બાબત તેની ખામી બની જાય છે. કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જ્યતે. જીવનમાં દરેક બાબતનું સંતુલન હોવું જરૂરી છે.

નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર રહેલો છે.

મેષ

ખૂબીઓ: જોમ અને જુસ્સાથી ભરેલા, સરળ અને સીધા, મહત્વાકાંક્ષા અને ઉર્જાથી ભરપૂર, સ્વનિર્ભર, સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર, સાહસિક, કૃતનિશ્ચયી, અડગ, ક્રિયાશીલ, લાગણીશીલ, હકારાત્મક, ત્વરિત પ્રતિભાવ આપનારા.

ખામીઓ: ઝડપથી મિજાજ ગુમાવી દેનાર, ઉદ્ધત, ઘમંડી, દલીલો કરનાર, સંવેદનાવિહીન, આક્રમક, જીદ્દી, અધીરા, ઝડપથી કંટાળી જનાર, સ્વાર્થી, અહંકારી, સ્વકેન્દ્રિત, આવેશમય, ખંડનાત્મક.

વૃષભ

ખૂબીઓ: ધૈર્યવાન, ખંતથી મંડ્યા રહેનાર, સાતત્યપૂર્ણ, સ્થિર, વ્યવહારુ, બચત કરનાર, કરકસરિયા, ભરોસાપાત્ર, મહેનતુ, કામ પ્રત્યે સમર્પિત, જવાબદાર, પરંપરાઓને માન આપનાર, નીતિવાન, સહનશીલઝડપથી વિચલિત નહિ થનારા, પ્રેમાળ, કાળજી લેનારા.

ખામીઓ: જીદ્દી, પ્રમાદી, ધીમે કામ કરનાર, લોભી, નવીનતા કે ફેરબદલને પસંદ નહિ કરનાર, એકધારી આદતો, અક્કડ, વધુ પડતા ભૌતિકવાદી, જૂનવાણી, સંકુચિત, માલિકીભાવ ધરાવનાર, સાહસનો અભાવ.

મિથુન

ખૂબીઓ: વાતોડિયા, વાતચીતની કલામાં કુશળ, મૃદુભાષી, સામાજિક સંબંધો જાળવનાર, આનંદી સ્વભાવ, રમૂજવૃતિ, ચતુર, જીજ્ઞાસાવૃતિ ધરાવનાર, તર્કશુદ્ધ, ક્રિયાશીલ, બુદ્ધિમાન, વિશ્લેષણ કરનાર, મનથી જાગરુક, પ્રતિભાશાળી, ઝડપથી વિચારનારા.

ખામીઓ: કુથલી કરનાર, ઉપરછલ્લાં, ડરપોક, શરમાળ, છેતરનાર, નફિકરા, નિર્લેપ, બેવડું વલણ ધરાવનાર, અનિર્ણયાત્મક, અવ્યવહારુ, સમજવા મૂશ્કેલ, જટિલ, વિસંગત, ચંચળ અને અસ્થિર.

કર્ક

ખૂબીઓ: લાગણીશીલ અને સંવેદનશીલ, સહાનુભૂતિપૂર્ણ, ઘર અને પરિવારપ્રિય, માની માફક ઉછેર કરનાર અને કાળજી લેનાર, નમ્ર, અંત:પ્રજ્ઞા ધરાવનાર, સંરક્ષક, મક્કમ, કલ્પનાશીલ, સરળ અને નિખાલસ, સારી યાદશક્તિ, મૃદુ હૃદય.

ખામીઓ: વારંવાર બદલાતા મનોભાવ, વધુ પડતા સંવેદનશીલ, શરમાળ, સપનાઓની દુનિયામાં રહેનાર, ઝડપથી દુભાઈ જનાર, વધુ પડતી લાગણીઓથી ગૂંગળાવી નાખનાર, બુદ્ધિને બદલે હ્રદયથી વિચારનારા, શંકાશીલ.

સિંહ

ખૂબીઓ: આત્મવિશ્વાસ અને આત્મબળથી ભરપૂર, સાહસિક અને હિમતવાન, ઉર્જાવાન, નેતા, મહાત્વાકાંક્ષી, સાફ અને વિશાળ હૃદય, પરોપકારી, ઉદાર, દયાળુ, શિસ્તબદ્ધ, સ્વનિર્ભર, અડગ, સ્પર્ધાત્મક અભિગમ, હકારાત્મક, ગૌરવશાળી, સ્થિર, વફાદાર, બુદ્ધિમાન   .

ખામીઓ: ઝડપથી મિજાજ ગુમાવનાર, વર્ચસ્વ જમાવવાની ભાવના, શંકાશીલ, હિંસક, ઈર્ષાળુ, અહંકારી, ઘમંડી, માલિકીભાવ ધરાવનાર, સંવેદનાવિહીન, શુષ્ક, અભિમાની, ખુશામતપ્રિય, નાનાં કામ કરવામાં શરમ અનુભવનાર.
          
કન્યા

ખૂબીઓ: બુદ્ધિમાન, હસમુખા, પૂર્ણતાના આગ્રહી, વ્યવહારુ, વિશ્લેષણ કરનાર, તર્કશુદ્ધ, સુઘડ, સંવેદનશીલ, સાવધ, દયાળુ, સહાયકારી, જિજ્ઞાસુ, ચતુર, નિરીક્ષક, અભ્યાસુ, મૃદુભાષી, ધૈર્યવાન, અનેક વિષયોમાં રુચિ ધરાવનાર.

ખામીઓ: શરમાળ, વધુ પડતી ટીકાઓ કરનાર, અસલામતી અનુભવનાર, ડરપોક, સંપૂર્ણ સુઘડતા અને પૂર્ણતાનો દુરાગ્રહ રાખનાર, આત્મવિશ્વાસનો અભાવ, પ્રમાદી, સુસ્ત, ધીમે કામ કરનાર, ચાલાક.

તુલા

ખૂબીઓ: મોહક, સંતુલિત, સંવાદિતા જાળવનાર, મૈત્રીપૂર્ણ, કલાત્મક, સર્જનાત્મક, સહાનુભૂતિ ધરાવનાર, મૃદુ, સૌમ્ય, શાંત, સૌજન્યશીલ, શિષ્ટ, કુનેહી, મુત્સદી, સમાજમાં હળીમળીને રહેનાર, સંવેદનશીલ, આદર્શવાદી, ન્યાયપૂર્ણ, સહાયકારી, આશાવાદી, આનંદી.

ખામીઓ: અન્યો પર અથવા સમાજ પર આધાર રાખનાર, પ્રપંચીઅનિર્ણયાત્મક, ઉપરછલ્લાં, નિષ્ક્રિય, બેદરકાર, ભયભીત, પોકળ, નબળું આત્મબળ, અસહિષ્ણુ, નિંદા કરનાર, અસ્થિર, ચંચળ.

વૃશ્ચિક

ખૂબીઓ: ભરોસાપાત્ર, પ્રામાણિક, સાચાબોલાં, આત્મવિશ્વાસુ, સાહસિક, શોધક, રહસ્યમય, જાગરુક, જિજ્ઞાસુ, લાગણીશીલ અને સંવેદનશીલ, ગુપ્તતા જાળવનાર, કલ્પનાશીલ, અંત:પ્રજ્ઞા ધરાવનાર, ઉત્કટ, નીડર, બુદ્ધિમાન, ઝડપથી આશા નહિ છોડનાર, નવસર્જનશીલ.

ખામીઓ: ઈર્ષાળુ, ડંખીલો સ્વભાવ, વેર લેવાની વૃતિ, ક્ષમા નહિ કરનાર, છાનું રાખનાર, શંકાશીલ, માલિકીભાવ ધરાવનાર, ઝડપથી મિજાજ ગુમાવનાર, અતિ સંવેદનશીલ, હિંસક, ઋક્ષ વાણી, વ્યસની.

ધનુ

ખૂબીઓ: આશાવાદી, આદર્શવાદી, ધાર્મિક, ઉદાર, સાચાબોલાં, પ્રામાણિક, સીધા, વફાદાર, નમ્ર, ગુણી, મૃદુભાષી, આનંદી, રમૂજવૃતિ ધરાવનાર, ઉર્જાવાન, સાહસિક, સ્વતંત્રતાપ્રિય, સ્પષ્ટવક્તા, બુદ્ધિમાન, દાર્શનિક, બહુમુખી પ્રતિભા, ચતુર, દૂરંદેશી.

ખામીઓ: આખાબોલાં, પ્રમાદી, પલાયનવાદી, પ્રતિબદ્ધ ન થનાર, ચંચળ, અસ્થિર, વધુ પડતાં આદર્શવાદી, વર્ચસ્વ જમાવનાર, અસહિષ્ણુ, ટીકાઓ કે સૂચનો પ્રત્યે બેદરકાર, બેપરવા, શિસ્તનો અભાવ.

મકર

ખૂબીઓ: સ્થિર, ગંભીર, દ્રઢ, મજબૂત આત્મબળ, મહાત્વાકાંક્ષી, મહેનતુ, ધૈર્યવાન, સાવધ, સહનશીલ, ખંતીલા, ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવનાર, મિતવ્યયી, કાર્ય પ્રત્યે સમર્પિત, ભરોસાપાત્ર, વ્યવહારુ, શિસ્તબદ્ધ, કૃતનિશ્ચયી, હૃદયને બદલે બુદ્ધિથી વિચારનારા.

ખામીઓ: ટીકા કરનાર, ઉષ્માવિહીન, કાળજી નહિ લેનાર, કંટાળાજનક, કામમાં ડૂબેલાં રહેનાર, ઉદાસીન, અતડાં, વહેમી, ધીમે કામ કરનાર, નિરાશાવાદી, નકારાત્મક વિચારો કરનાર.

કુંભ

ખૂબીઓ: બિનપરંપરાગત, આધુનિક, પ્રગતિશીલ, મૈત્રીપૂર્ણ, દયાળુ, સહાયકારી, પરોપકારી, ની:સ્વાર્થી, માનવતાવાદી, જિજ્ઞાસુ, ગંભીર, આધ્યાત્મિક, સ્વતંત્રતાપ્રિય, લાગણીશીલ, બુદ્ધિમાન, સ્પષ્ટ, તર્કબદ્ધ, નીતિવાન, જવાબદાર, નિષ્પક્ષ, સ્થિર.

ખામીઓ: બળવાખોર, વિચિત્ર, બેપરવા, અળગાં રહેનાર, અતડાં, ધૂની, બેકાબૂ, પોતે બધું જ જાણે છે તેવું માનનારા, અવ્યવસ્થિત, અંગત બાબતોમાં બિનભરોસાપાત્ર.

મીન

ખૂબીઓ: આદર્શવાદી, આધ્યાત્મિક, લાગણીશીલ, કરુણાસભર, સહાનુભૂતિ ધરાવનાર, દયાળુ, સહાયકારી, કલ્પનાશીલ, કલાત્મક, સર્જનશીલ, અંત:પ્રજ્ઞા ધરાવનાર, અનુકુલનશીલ, નિખાલસ, સહનશીલ, રમૂજવૃતિ ધરાવનાર, ની:સ્વાર્થી, આશાવાદી, સૌમ્ય, ભરોસાપાત્ર.

ખામીઓ: વારંવાર બદલાતા મનોભાવો, શરમાળ, હતાશામાં સરકી જનાર, નિષ્ક્રિય, અન્યો પર આધાર રાખનાર, પલાયનવૃત્તિ, સપનાઓ કે કલ્પનાની દુનિયામાં રહેનાર, નાદાન, ગૂંચવાયેલા, પ્રમાદી.